View Hymn (Bhajan)
Hymn No. 6 | Date: 19-Aug-19921992-08-191992-08-19થોડા દિવસથી વસે છે કોઈ મારા હૈયામાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=thoda-divasathi-vase-chhe-koi-mara-haiyamamથોડા દિવસથી વસે છે કોઈ મારા હૈયામાં,
ભાન કરાવે છે મને નિજ સ્વરૂપનો,
આપ્યો છે જીવનમંત્ર મને, હૃદયમાં ખિલાવ્યા છે સુંદર પુષ્પો
છે મારા હૈયામાં છતાં, આ નજર હંમેશા પ્રત્યક્ષ દર્શન કરવા માટે તરસે છે
ધીરેધીરે દૂર થાય છે મારામાંથી ખોટા આકર્ષણો,
ચાહું છું હંમેશા સતનો સંગ,
છે મારી સાથે પણ હું સમાઈ જવા માંગુ છું,
જેમ નદી સાગરમાં સમાઈ એકરૂપતાને ધારણ કરે છે
એવી એકરૂપતા હું ચાહું છું
થોડા દિવસથી વસે છે કોઈ મારા હૈયામાં