View Hymn (Bhajan)
Hymn No. 1287 | Date: 20-Jun-19951995-06-201995-06-20શાંતિ ને પ્રેમ વહેંચતા ને વહેચતા ખૂટશે નહીંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shanti-ne-prema-vahenchata-ne-vahechata-khutashe-nahimશાંતિ ને પ્રેમ વહેંચતા ને વહેચતા ખૂટશે નહીં
શાંતિ ને પ્રેમ એ લૂંટાઈ જાશે, પણ ખૂટશે નહીં
કરી જીવનમાં જ્યાં જેણે અવગણના તો એની, રિસાય વિના રહેશે નહીં
રિસાશે જ્યાં એ દ્વાર એના, આપમેળે બંધ થયા વિના રહેશે નહીં
થાય છે જતન જ્યાં એનું પ્રેમ ને ભાવથી, ત્યાંથી કદી એ જાશે નહીં
ક્ષણે ક્ષણે વધતું ને વધતું જાશે જીવનમાંથી, ઝેર કાઢયા વિના રહેશે નહીં
છે વાસ હરેક હૈયામાં એનો તોય, ક્યાંય એ જોવા મળશે નહીં
છે તલાશ એની હર એક દિલને, જીવનમાં શાંતિ ને પ્રેમ વિના ચાલશે નહીં
છે એક ત્યાં છે બીજેં, એકબીજા વગર એકનું પણ અસ્તિત્વ નથી
છે પ્રેમ ને શાંતિ જ્યાં, પ્રભુનો વાસ થયા વિના ત્યાં રહ્યો નથી
શાંતિ ને પ્રેમ વહેંચતા ને વહેચતા ખૂટશે નહીં