View Hymn (Bhajan)
Hymn No. 2330 | Date: 27-Oct-19971997-10-271997-10-27શૂન્યથી થઇ છે શરૂઆત, તો શૂન્યમાંજ અંત આવશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shunyathi-thai-chhe-sharuata-to-shunyamanja-anta-avasheશૂન્યથી થઇ છે શરૂઆત, તો શૂન્યમાંજ અંત આવશે
બાકી તો કરી લ્યો કેટલીબી ભાગદોડ, હાથમાં ના કાંઇ આવશે
બદલી લ્યો કેટલી પણ ચાલ, આ હકીકતમાં ના બદલી આવશે
ચાહે કાંઈ પણ થાય તોય, આ સત્યમાં ના કાંઈ બદલી આવશે
નહીં આવે અંત જ્યાં સુધી, ત્યાં સુધી આ જંગ એમને એમ ચાલશે
શૂન્યને સમજવાની એ રીત, જલદીથી ના હાથમાં આવશે
સીધી ને સાદી છે આ વાત પણ તોય જલદી સમજમાં ના આવશે
સમજાઈ જાશે જો આ વાત તો, વાત સમજવા માટે બાકી કાંઈ ના રહેશે
આ રહસ્યમય જીવનના રહસ્ય, બધા ઉકેલાઈ જાશે
પ્રભુ ના રહેશે ત્યાં તો નહીં રહું ત્યાં હું, બસ શૂન્ય ત્યાં રહી જાશે
શૂન્યથી થઇ છે શરૂઆત, તો શૂન્યમાંજ અંત આવશે