View Hymn (Bhajan)
Hymn No. 2331 | Date: 28-Oct-19971997-10-281997-10-28તારા મસ્તીભર્યા હાસ્યની ગુંજ, મારા હૈયાને જ્યાં સ્પર્શી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-mastibharya-hasyani-gunja-mara-haiyane-jyam-sparshi-jaya-chheતારા મસ્તીભર્યા હાસ્યની ગુંજ, મારા હૈયાને જ્યાં સ્પર્શી જાય છે
પ્રભુ મારા તો રોમેરોમેમાં મસ્તી છવાઈ જાય છે
તારી મસ્તીનો રંગ હૈયે જેમ જેમ ચડતો જાય છે, હૈયું તો પ્રેમમાં ડૂબતું જાય છે
ગમ ભરેલા હૈયામાં પણ અનેરો આનંદ છવાઈ જાય છે
તારું એ પ્યારભર્યું હાસ્ય પ્રભુ મારા તો, સઘળા દુઃખ દર્દ મિટાવી જાય છે
પળ પળ મારી સંગે રહેતો તારો પ્યાર, પ્રભુ જીવન જીવવાની શક્તિ આપી જાય છે
માયાજાળમાં ફસાયેલા હૈયાને, પ્રભુ ધીરે ધીરે મુક્તિ તરફ લઇ જાય છે
શ્વાસોમાં સમાયો છે જ્યાં તું, ત્યાં શ્વાસોની સરગમ મીઠી વાગતી જાય છે
નિ:સ્વાર્થ પ્યાર પ્રભુ તારો, પ્રેમમાં પ્રણ પૂરતો જાય છે
ના મળે જે જન્મોની સાધનાથી એવી એ પળ, તારા દર્શન પામતા મળી જાય છે
તારા મસ્તીભર્યા હાસ્યની ગુંજ, મારા હૈયાને જ્યાં સ્પર્શી જાય છે