View Hymn (Bhajan)
Hymn No. 4736 | Date: 22-Jun-20182018-06-222018-06-22તારા વિચારોના છેડાને, રે બાંધ તું પ્રભુની રે સંગSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-vicharona-chhedane-re-bandha-tum-prabhuni-re-sangaતારા વિચારોના છેડાને, રે બાંધ તું પ્રભુની રે સંગ
તારા ભાવોના છેડાને, બાંધ તું પ્રભુની રે સંગ
સીમારહિત છે વિચારો રે તારા, ને સીમા રહિત છે રે ભાવો
સીમારહિત તું રે, ના આવશે રે, કદી રે જીવનમાં અંત
અસીમિત એવા પ્રભુમાંથી ઊપજ્યું બધું છે, બંધાણું એમાં અંત
બાંધીને તાંતણા તારા, કર પ્રદક્ષિણા ને સત્સંગ
ફરતા ફરતા એની આસપાસ આવશે, વિચાર ને ભાવોનો અંત
રંગમાં રંગાશે જ્યાં એના, ઊતરી જાશે પછી બધા રંગ
જેમ જેમ નજદીક પહોંચશે એની, ખેંચી લેશે એ તને
રંગાઈ જાશે રે જ્યાં એકરંગ, ત્યાં મટી જાશે બધા રે તરંગ
તારા વિચારોના છેડાને, રે બાંધ તું પ્રભુની રે સંગ