View Hymn (Bhajan)
Hymn No. 3263 | Date: 26-Feb-19991999-02-261999-02-26ડૂબી જાશે જ્યારે પ્રભુ તમારા પ્યારના નશામાં, ત્યારે આંખ એની બંધ થયા વિના રહેતી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dubi-jashe-jyare-prabhu-tamara-pyarana-nashamam-tyare-ankha-eni-bandhaડૂબી જાશે જ્યારે પ્રભુ તમારા પ્યારના નશામાં, ત્યારે આંખ એની બંધ થયા વિના રહેતી નથી,
ભૂલી જાશે જીવનમાં એ ભૂલો તમારી, ભૂલો તમારી એને યાદ રહેતી નથી,
નશાના સાગરમાં ડૂબે જ્યાં એ, ત્યાં એની કરુણા વર્ષ્યા વિના રહેતી નથી,
જુએ તો એ તમને ક્યાં જુએ, દિલમાં એના છબી તમારી પ્રગટ્યા વિના રહેતી નથી,
મનમાં ને દિલમાં રહે તમારી યાદો, એના વગર બીજું કાંઈ રહેતું નથી,
મસ્તીમાં એ પ્યાર બધું ભૂલ્યા વિના રહેતો નથી,
હૈયે પ્રગટે જ્યારે શુદ્ધ પ્યાર, ત્યારે પ્રભુ એની અનુભૂતિ લીધા વગર રહેતો નથી,
ખોવાઈ જાય છે એ તમારામાં એવો, કે ખુદને ખુદની ખબર રહેતી નથી,
એનું સાતત્ય તમારામાં પ્રગટ થયા વિના ત્યારે રહેતું નથી,
નવો આકાર ધારણ કરે છે એ, રૂપ તમારું એ અપનાવ્યા વિના રહેતો નથી,
એક થઈ જાય છે એવો એ તારામાં, કે દુનિયા એની અલગ રહેતી નથી..
ડૂબી જાશે જ્યારે પ્રભુ તમારા પ્યારના નશામાં, ત્યારે આંખ એની બંધ થયા વિના રહેતી નથી