વરસાવે છે વરસાદ પ્રભુ તું,જ્યાં તારા પ્રેમનો રે મારા પર
માયાની છત્રી ખોલીને હું બેસી જાઉં છું પ્રભુ, ત્યાં હું કોરો ને કોરો રહી જાઉં છું
ભીંજાવું છે મને તારા પ્રેમના વરસાદથી, પણ છત્રી બંધ કરતા અચકાઊં છું
બે નાવમાં પગ મૂકી કિનારે પહોંચવા ચાહું છું, પણ વચ્ચે હું તણાઈ જાઉં છું
નિત્ય તને પ્રભુ, પ્રાર્થના હું કરતો ને કરતો રે જાઉં છું
વરસે છે જ્યારે તારા પ્રેમનો વરસાદ, ત્યારે ભીંજાવાનું એમાં ભૂલી જાઉં છું
એક તરફ છે મારી છત્રી, બીજી તરફ છે વરસાદ બન્ને વચ્ચે હું કોરો ને કોરો રહી જાઉં છું
નથી છૂટતી છત્રી મારાથી, ના એને હું છોડવા ચાહું છું
આવું તારી પાસે કે રહું તારાથી દૂર, લઈ લઈ છત્રી ફરતો હું જાઉં છું
એમાં જ પ્રભુ તારા પ્રેમથી હું વંચિત રહી જાઉં છું
- સંત શ્રી અલ્પા મા
varasāvē chē varasāda prabhu tuṁ,jyāṁ tārā prēmanō rē mārā para
māyānī chatrī khōlīnē huṁ bēsī jāuṁ chuṁ prabhu, tyāṁ huṁ kōrō nē kōrō rahī jāuṁ chuṁ
bhīṁjāvuṁ chē manē tārā prēmanā varasādathī, paṇa chatrī baṁdha karatā acakāūṁ chuṁ
bē nāvamāṁ paga mūkī kinārē pahōṁcavā cāhuṁ chuṁ, paṇa vaccē huṁ taṇāī jāuṁ chuṁ
nitya tanē prabhu, prārthanā huṁ karatō nē karatō rē jāuṁ chuṁ
varasē chē jyārē tārā prēmanō varasāda, tyārē bhīṁjāvānuṁ ēmāṁ bhūlī jāuṁ chuṁ
ēka tarapha chē mārī chatrī, bījī tarapha chē varasāda bannē vaccē huṁ kōrō nē kōrō rahī jāuṁ chuṁ
nathī chūṭatī chatrī mārāthī, nā ēnē huṁ chōḍavā cāhuṁ chuṁ
āvuṁ tārī pāsē kē rahuṁ tārāthī dūra, laī laī chatrī pharatō huṁ jāuṁ chuṁ
ēmāṁ ja prabhu tārā prēmathī huṁ vaṁcita rahī jāuṁ chuṁ
Explanation in English
|
|
When you are raining the rain of love on me, Oh God;
I open the umbrella of illusion (maya) and sit, and then remain dry and dry.
I want to get wet in the rain of your love, but I hesitate to close the umbrella;
I am standing on two boats and trying to reach the shore, but I drown in the middle of the sea.
I am constantly praying and praying to you, Oh God.
When it’s raining your love, then I forget to get wet in that rain;
On one end is my umbrella and on the other end is your rain, in between the two, I remain dry and dry.
Neither I am able to give up the umbrella nor do I want to give up the umbrella;
Even if I come close to you or remain away from you, I keep on roaming with my umbrella.
In that state, I remain deprived of your love.
|