View Hymn (Bhajan)
Hymn No. 4436 | Date: 22-Nov-20142014-11-222014-11-22તમારા પ્રેમથી નવડાવોને, વિશ્વાસના ધોધને હવે વહાવોનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tamara-premathi-navadavone-vishvasana-dhodhane-have-vahavoneતમારા પ્રેમથી નવડાવોને, વિશ્વાસના ધોધને હવે વહાવોને
અંતરના અમારા અવરોધો, તમે હટાવોને, વિશ્વાસના ધોધ .....
પ્રભુજી રે પ્યારા, પ્રભુજી રે પ્યારા, તમારા પ્યારથી અમને છલકાવો ને
વિશાળ પ્રેમતણા તમારા દિલમાં, અમને સમાવો રે, અમને સમાવો રે
ગુંજી ઊઠે ઘૂંઘવાટ પૂરા વિશ્વમાં, શ્વાસ એવા અમને લેવડાવો રે
વિશ્વાસની પ્રગાઢતા અમારી, શ્વાસે શ્વાસે વધારો રે
ખુદથી ખુદની પહેચાન હવે કરાવો, ને અંતરના અવરોધ હટાવોને
જૂઠા આડંબરોનાં વસ્ત્રોને અમારાં, હવે તમે હરોને, તમારા ....
અંતરનાં અંતર મિટાવોને પ્રભુ, વિશ્વાસના ધોધ વહાવોને
તમારા પ્રેમથી નવડાવોને, વિશ્વાસના ધોધને હવે વહાવોને