View Hymn (Bhajan)
Hymn No. 4435 | Date: 22-Nov-20142014-11-222014-11-22ઊંઘમાંથી ફુરસદ તને ના મળી, ઊંઘમાંથી ફુરસદ તને ના મળીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=unghamanthi-phurasada-tane-na-mali-unghamanthi-phurasada-tane-na-maliઊંઘમાંથી ફુરસદ તને ના મળી, ઊંઘમાંથી ફુરસદ તને ના મળી
મળ્યો પત્તો તો તને મહોબ્બતની ગલીનો, પણ વસાહત એમાં તેં ના કરી
મનની પાછળ ભાગ્યો તું, તનની પાછળ ભાગ્યો તું, કોઈ કેળવણી ના કરી
ભ્રમના મહેલ બનાવીને તું રહ્યો, એમાંથી બહાર આવવાની કોશિશ ના કરી
ખોટી વાતો ને ખોટા વિચારોની, દીવાલોનું સર્જન તું, કરતો રહ્યો
સમજને સમજીને, સમજમાં રાચીને, તેં જિંદગી તો ના જીવી
જે હતું ના પહેલાં, શીખીને મતલબનાં રૂપ, મેલા ઢોંગને પોષતો-પાળતો રહ્યો
ડરતો રહ્યો લોકોથી, ડરતો રહ્યો સત્યને અપનાવવાથી, કેમ વાત અમારી સમજી ના શક્યો
ખુદને રાખીને બહાર ગણતરીમાંથી, અન્ય પર ગણતરી તું માંડતો રહ્યો
પડદા દૂર કરવાને બદલે પડદાની પાછળ, તું છુપાતો ને છુપાતો રહ્યો
ઊંઘમાંથી ફુરસદ તને ના મળી, ઊંઘમાંથી ફુરસદ તને ના મળી