View Hymn (Bhajan)
Hymn No. 4847 | Date: 06-Sep-20192019-09-062019-09-06નથી નથી ને નથી નથીમાં બધું છે, છે છેમાં કાંઈ નથી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-nathi-ne-nathi-nathimam-badhum-chhe-chhe-chhemam-kami-nathi-nathiનથી નથી ને નથી નથીમાં બધું છે, છે છેમાં કાંઈ નથી નથી
આ નથી ને છેની વાત સમજશે તો, સમજ્યા વગર રહેવાની નથી
વિચાર બધા શમી ગયા ત્યાં મન નથી, નથી પણ નથીમાં મન છે
ભાવ શમી ગયા ત્યાં દિલ નથી, નથી નથીમાં પણ દિલ તો છે
પ્રાણ ચાલ્યા ગયા તો ત્યાં દેહ નથી, નથી પણ નથીમાં દેહ છે
પ્રભુ સૃષ્ટિમાં ક્યાં ય દેખાતો નથી, પ્રભુ વિના બીજું કાંઈ નથી
છે હરએક અણુ અણુમાં તોય, શોધ્યો ક્યાંય જડતો નથી
લય થાતા મનનું પ્રભુમાં, સૃષ્ટિનું અસ્તિત્વ નથી પણ સૃષ્ટિ તો છે
સમજાશે તો સમજી જાશે, બાકી આ ગડમથલમાં કાંઈ નથી
પૂર્ણતામાં પૂર્ણતાના કે પૂર્ણતા બાદ કર, પૂર્ણતા વગર કાંઈ નથી
નથી નથી ને નથી નથીમાં બધું છે, છે છેમાં કાંઈ નથી નથી