View Hymn (Bhajan)
Hymn No. 278 | Date: 04-Aug-19931993-08-041993-08-04ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, મળે તો કોઈનો પ્રેમSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chahe-chhe-jivanamam-to-sahu-koi-male-to-koino-premaચાહે છે જીવનમાં તો સહુ કોઈ, મળે તો કોઈનો પ્રેમ
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, સાંભળવા બે મીઠા બોલ
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, પ્રેમીજનનો સંગાથ
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, સુખ શાંતિથી રહેવા
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, દુઃખદર્દથી છૂટવા
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, વસે કોઈના દિલમાં
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, આનંદમાં રહેવા
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, એવો સાથી જે સમજે ક્ષણમાં
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, ખુદમાંથી ખુદા બનવા
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, મંજિલ ને તો ભેટવા
ચાહે છે જીવનમાં તો સહુ કોઈ, મળે તો કોઈનો પ્રેમ