View Hymn (Bhajan)
Hymn No. 4434 | Date: 22-Nov-20142014-11-222014-11-22તારી ભક્તિના સુગંધથી જો મહેકશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tari-bhaktina-sugandhathi-jo-mahekashe-nahim-e-jivana-jivana-kahevasheતારી ભક્તિના સુગંધથી જો મહેકશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં
તારા સંગીતના તાર હૃદયમાં જો ઝણઝણશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં
સંગ તારો પામતાં જો તારા રંગે રંગાશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં
તારા લયમાં જો પ્રલય ખુદનો થાશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં
વિકારો ને કૂડકપટ જીવનમાંથી જો રુખસત લેશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં
પળ પ્રતિ પળ તારી હાજરીનો અનુભવ જો દિલ કરશે નહીં, એ જીવન જીવન હેકાવશે નહીં
તારી સુગંધથી ને તારી મહેકથી જીવન જો મઘમઘશે નહીં, જીવન જીવન કહેવાશે નહીં
પામ્યા ઘણું જીવનમાં અમે, તારામાં એકરૂપતા જો પામશું નહીં, એ જીવન જીવન...
મુસ્કુરાહટ ને મસ્તીના સાથિયાઓ જો સજાવીશું નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં
આનંદનો પ્રસાદ જો અન્યને ખવડાવીશું નહીં, તો એ જીવન જીવન કહેવાશે નહીં
તારી ભક્તિના સુગંધથી જો મહેકશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં