View Hymn (Bhajan)
Hymn No. 1686 | Date: 12-Aug-19961996-08-121996-08-12તારી ઇચ્છા પ્રમાણે જીવવું, છે તારી ઇચ્છા પ્રમાણે રહેવું છે, તો પછી આવે શાને મારે રડવું રેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tari-ichchha-pramane-jivavum-chhe-tari-ichchha-pramane-rahevum-chhe-toતારી ઇચ્છા પ્રમાણે જીવવું, છે તારી ઇચ્છા પ્રમાણે રહેવું છે, તો પછી આવે શાને મારે રડવું રે
તું કહે એ કરવું છે, તારા ઇશારા પ્રમાણે વર્તવું છે, તો પછી આવે શાને મારે રડવું રે
મંઝિલ છે તું મારી મારે તને પામવું છે નિયત છે ધ્યેય જ્યાં મારું,તો પછી આવે શાને …
હરહાલમાં ને હરપળમાં તું તો બસ મારું સારું ને સારું કરે છે... તો પછી આવે શાને …
તારી ઇચ્છા એ જ મારી ઇચ્છા, તારા ભાવ એ જ મારા ભાવ, જીવન એવું જીવવું છે,તો પછી
સંજોગો નથી સર્જ્યા મેં તો, સંજોગો તો છે દીધેલા તારા રે, ના દોષ એનો કાઢવો છે,તો પછી
આશના અમરત્વને જ્યાં મારે પામવું છે, ના ઉદાસ મારે થાવું છે, તો પછી આવે શાને
જીવન તો છે મારું તારું દીધેલું, તારું કહેલું બધું પૂરું જ્યાં કરવું છે, તો પછી આવે શાને
સમજાય છે બધું તોય કાંઈકના સમજાય છે, રડવું મારું બંઘ ના થાય છે
તારા ચરણમાં આશિયાનો મારો, મને કરવું છે, તો પછી આવે શાને મારે રડવું રે
તારી ઇચ્છા પ્રમાણે જીવવું, છે તારી ઇચ્છા પ્રમાણે રહેવું છે, તો પછી આવે શાને મારે રડવું રે