View Hymn (Bhajan)
Hymn No. 1685 | Date: 12-Aug-19961996-08-121996-08-12સતાવવું હોય એટલું સતાવી લ્યો, રડાવવું હોય એટલું રડાવી લ્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=satavavum-hoya-etalum-satavi-lyo-radavavum-hoya-etalum-radavi-lyoસતાવવું હોય એટલું સતાવી લ્યો, રડાવવું હોય એટલું રડાવી લ્યો
તમારા હર સિતમ અમારા સરમાથે, બસ તમે અમને તમારામાં સમાવી લ્યો
કરવી હોય કસોટી એ પહેલાં જેટલી, એટલી કસોટી તમે કરી લ્યો
હોય જે તમારી ઇચ્છા એ પ્રમાણે, મનમાની તમે તમારી કરી લ્યો
ના કરજો ભલે અમારી કોઈ ઇચ્છા પૂરી, બસ એક ઇચ્છાને હૈયે ધરી લ્યો
ના આપવું હોય કાંઈ તો કાંઈ નહીં, પણ તમે અમને તમારામાં સમાવી લ્યો
નહીં કહીએ અમે તમને બીજું કાંઈ, વાત જરા અમારી સાંભળી લ્યો
હર સિતમ સહેવા અમે તૈયાર છીએ, અરે જરા તમે અમને અજમાવી લ્યો
આવવું છે પાસે તારી એટલી કે કરી ના શકે કોઈ દૂર અમને, હૈયાની આ વાત સાંભળી લ્યો
ચાહવું છે તમને ને તમને, તમે તો છો ચાહ મારી, મારી આ ચાહ પૂરી કરી દ્યો
સતાવવું હોય એટલું સતાવી લ્યો, રડાવવું હોય એટલું રડાવી લ્યો