View Hymn (Bhajan)
Hymn No. 275 | Date: 03-Aug-19931993-08-031993-08-03તારી રે માયામાં રે પ્રભુ, હું તો મૂંઝાતી જાઉં રેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tari-re-mayamam-re-prabhu-hum-to-munjati-jaum-reતારી રે માયામાં રે પ્રભુ, હું તો મૂંઝાતી જાઉં રે
ભૂલ ભુલાણીમાં રે તારી, હું તો ભૂલી પડી જાઉં રે, હું તો મૂંઝાતી …..
તારી બિછાવેલી જાળમાં, હું તો ફસાઈ જાઉં રે, હું તો મૂંઝાતી ….
પગ પગ જ્યાં ભરું હું તો ત્યાં ફસાતી જાઉં રે, હું તો મૂંઝાતી
દૃશ્યે દૃશ્યે હું તો ભૂલી પડી જાઉં રે, હું તો મૂંઝાતી ….
વિચારોમાં ને વિચારોમાં હું તો મૂંઝાતી જાઉં રે, હું તો મૂંઝાતી …..
શોધું કેમ તને ના એ સમજાય રે, હું તો મૂંઝાતી
ડગલ ને પગલે હું છેતરાતી જાઉં રે, હું તો મૂંઝાતી …..
ઝાંખી એક આપી તું અદૃશ્ય થઈ જાય રે, હું તો મૂંઝાતી
પકડવા જાઉં જ્યાં તને, તું હાથમાંથી છટકી જાય રે
આવી અદાઓથી તારી, તું મૂંઝવતો જાય રે, હું તો મૂંઝાતી ….
તારી રે માયામાં રે પ્રભુ, હું તો મૂંઝાતી જાઉં રે