View Hymn (Bhajan)
Hymn No. 1224 | Date: 09-Apr-19951995-04-091995-04-09થાતી હશે બધી સરખામણી, સંજોગોની સરખામણી ના થાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=thati-hashe-badhi-sarakhamani-sanjogoni-sarakhamani-na-thayaથાતી હશે બધી સરખામણી, સંજોગોની સરખામણી ના થાય
આવે એ તો સદા નવા નવા રંગ રૂપમાં, ના એને ઓળખાય
આવે એ કહ્યા વગર તોય, મહેમાન એને ના કહેવાય
સમય સમય પર રહે બદલાતા તોય, સમય સાથે ના એ સંકળાય
આવે ક્યારે એવા જે સુખ ને આનંદ, આપતા ને આપતા રે જાય
તો ક્યારેક દુઃખ દર્દ ભરી કહાનીમાં એ ડુબાડી રે જાય
જીવનના અનેક રંગોનો અનુભવ, એ તો આપતા રે જાય
હરપળે ને હરક્ષણે જીવનની કિંમત, એ તો સમજાવતા રે જાય
થાતી હશે બધી સરખામણી, સંજોગોની સરખામણી ના થાય