View Hymn (Bhajan)
Hymn No. 202 | Date: 07-Jun-19931993-06-071993-06-07એવી ઘડી તો આજે આવી ગઈ(2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=evi-ghadi-to-aje-avi-gaiએવી ઘડી તો આજે આવી ગઈ(2)
મારા વહાલાના દર્શન કરાવી ગઈ, મારા પ્રભુના દર્શન કરાવી ગઈ
જોતીતી વાટ હું તો જેની રે, હું તો જેની રે, મારા વહાલાના …..
મને આનંદ અનેરો એ તો આપી ગઈ, મારા વહાલાના.. …
મારા કષ્ટોને એ તો કાપી ગઈ, એ તો કાપી ગઈ, મારા વહાલાના …..
મારા નયનોને ઠંડક એ તો આપી ગઈ, મારા વહાલાના …..
મારા મનના મનોરથ પૂરા કરી ગઈ, મારા વહાલાના …..
હૈયે શાંતિ ને શ્વાસે સુગંધ એ તો આપી ગઈ, મારા વહાલાના …..
ભલે આવીને એ તો ચાલી ગઈ, સાચા સુખનો અનુભવ આપતી ગઈ
વીતે હર ઘડી મારી એવી રે પ્રભુ, એવી રે છે પ્રાર્થના બસ એટલી
એવી ઘડી તો આજે આવી ગઈ(2)