View Hymn (Bhajan)
Hymn No. 4152 | Date: 25-Jun-20012001-06-252001-06-25ઉઠાવ્યા જીવનમાં જ્યાં યાદોના પડદા, અચરજમાં નાખ્યા વિના એ નથી રહેતાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=uthavya-jivanamam-jyam-yadona-padada-acharajamam-nakhya-vina-e-nathi-rahetaઉઠાવ્યા જીવનમાં જ્યાં યાદોના પડદા, અચરજમાં નાખ્યા વિના એ નથી રહેતા,
હસ્તી હતી ભલે એની આપણાથી, તે કાલે અચરજમાં ના પડી શક્યા,
તલ્લીન હતા જ્યાં કામોમાં ને કામોમાં, પણ નવરાશની ઘડી માં યાદો તાજી થઈ
એક એક કામની યાદને, પડદા ને પડદા નીચે જીવનમાં, દાટતા ને દાટતા રહ્યા,
કંઈક યાદો બની ગઈ મૂર્તિ, પડદાની નીચે ને નીચે અમે એને પૂજતા રહ્યા,
કંઈક યાદો બની ગઈ નાસૂર જેવી કે જેના દર્દમાં દિલ અમારા દુઃખતા રહ્યા,
દર્દ ને દુઃખ તો ક્યારેક સુખના પડદા મન પર અમારા ઊડતા ને ઊડતા રહ્યા,
બદલાયા સંજોગો જેમ જેમ, નવા નવા પડદા નીચે અમે હંમેશા રહ્યા,
પ્રભુ તારી યાદના મીઠાં ઝરણા વહ્યા, જ્યાં ત્યાં તો આનંદમાં અમે નહાયા,
ભૂલ્યા બધું જીવનમાં અમે, જગના ભાન પણ ત્યાં તો ભુલાયા.
ઉઠાવ્યા જીવનમાં જ્યાં યાદોના પડદા, અચરજમાં નાખ્યા વિના એ નથી રહેતા