View Hymn (Bhajan)
Hymn No. 4153 | Date: 25-Jun-20012001-06-252001-06-25હવે વધું કાંઈ તમે બોલશો નહીંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=have-vadhum-kami-tame-bolasho-nahimહવે વધું કાંઈ તમે બોલશો નહીં,
આંખના ઇશારે કહી દીધું છે બધું.
ગમ્યું કે ના ગમ્યું, મુખ પરના તમારા ભાવે કહી દીધું બધું,
ચાહીએ છીએ અમે તમને, તમારી વાત સમજ્યા વિના અમે રહેશું નહીં,
આહટનો નાનો પૈગામ અમે તમને આપ્યા વિના રહેશું નહીં,
કે તમારા દિલની વ્યથાથી અજાણ્યા વધારે હવે અમે રહેશું નહીં.
શબ્દો વિનાની વાણીથી હવે અપરિચિત રહેશું નહીં,
આંખોના આયનામાં રૂપ તમારું સજાવ્યા વિના રહેશું નહીં.
ચાહત અમારી બુલંદ કર્યા વિના અમે હવે રહેશું નહીં,
તમે કહો કે ના કહો તમારા હાલેદિલને સમજ્યા વિના રહેશું નહીં.
હવે વધું કાંઈ તમે બોલશો નહીં