View Hymn (Bhajan)
Hymn No. 328 | Date: 01-Sep-19931993-09-011993-09-01વાતવાતમાં આવી જુસ્સામાં, તું ના કરતો ખોટો ગુસ્સોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vatavatamam-avi-jussamam-tum-na-karato-khoto-gussoવાતવાતમાં આવી જુસ્સામાં, તું ના કરતો ખોટો ગુસ્સો,
જીવનમાં તો તારા, વાતેવાતે તું ના કરતો ખોટો ગુસ્સો
મોંઘો ગુસ્સો તારો, કિંમત વગરનો થઈ જાશે, કદર વગરનો થઈ જાશે
આવીને એ તો ચાલ્યો જાશે, જીવનમાં તો તારા ઝેર એ તો રેડી જાશે
રાખજે કાબૂ તું તારા ગુસ્સા પર, ના થાજે એના કાબૂમાં તું
રાખજે દૂર એને તું તારાથી, રહેજે તું દૂર એનાથી, ના દેજે સ્થાન એને તારા ઘરમાં
જીવનમાં કરીને ગુસ્સો, તારું માન ગુમાવી તું દેશે
પ્રેમના પાત્ર બનવાને બદલે, સૌ તારાથી દૂર ને દૂર તો રહેશે
નહીં સાંભળે કોઈ વાત તારી રે જીવનમાં, નહીં જાળવે તારું માનસન્માન
એકલો અટૂલો બની જાશે જીવનમાં, રહી નહીં શકે તું સૌની તો સંગ
વાતવાતમાં આવી જુસ્સામાં, તું ના કરતો ખોટો ગુસ્સો