View Hymn (Bhajan)
Hymn No. 1334 | Date: 09-Aug-19951995-08-091995-08-09વિશ્વાસના વહેતા નીરમાં સ્નાન કરે જે એ શુદ્ધ થાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasana-vaheta-niramam-snana-kare-je-e-shuddha-thayaવિશ્વાસના વહેતા નીરમાં સ્નાન કરે જે એ શુદ્ધ થાય
મળે મુક્તિ એને રે જીવનમાં, એ પ્રભુને રે ધામે જાય
થાય તન મન શુદ્ધ સ્નાન આવું કરવાથી પ્રભુ પ્રસન્ન થાય
બાકી બે લોટા પાણી રેડવાથી, શરીરથી દુર્ગંધ દૂર થાય
ના થાય બીજું કાંઈ, ના શુદ્ધ મન એમાં થાય
વિશ્વાસના નીરથી નાહી કરે જે પૂજન પ્રભુનું, પૂજન એનું સિદ્ધ થાય
કર્યા હશે ઘણા પૂજન જીવનમાં, પૂજન સિદ્ધ થયું ત્યારે ગણાય
છે આ રીત અનોખી રે પ્રભુ પૂજનની, પણ પ્રભુ પૂજન તો આમ થાય
પ્રેમના પુષ્પો ચઢે જ્યાં પ્રભુ પર, પ્રભુ ત્યાં રીઝી રે જાય
મળી જાય બધું માગ્યા વગર, તો આપલે કાંઈ ના થાય
વિશ્વાસના વહેતા નીરમાં સ્નાન કરે જે એ શુદ્ધ થાય