View Hymn (Bhajan)
Hymn No. 219 | Date: 13-Jul-19931993-07-131993-07-13આ દુઃખ સુખથી ભરેલી દુનિયામાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=a-duhkha-sukhathi-bhareli-duniyamamઆ દુઃખ સુખથી ભરેલી દુનિયામાં,
જીવનમાં કાંઈ મળી પણ જાય તોય શું, ના મળે તોય શું,
છે દુઃખ અનેક જગમાં, એમાં કોઈ દુઃખ મળે તોય શું કે ના મળે તોય શું,
ક્ષણ ભરનું સુખ જીવનમાં, મળે તો પણ શું ના મળે તો પણ શું
જલતી ચિતા જોઈ ને રે જીવનમાં, ધન વૈભવ મળે તોય શું, ના મળે તોય શું,
બળી જાય છે જ્યાં તનડું આખું, થઈ જાય છે રાખ જે,
એવા તનને રૂપરંગ મળે તોય શું, ના મળે તોય શું
ભોગ ભોગવવાનો લાગ્યો હોય જેને રોગ,
શોક એનો મનાવ્યો હોય તોય શું, કે ના મનાવ્યો હોય તોય શું
આ દુઃખ સુખથી ભરેલી દુનિયામાં