View Hymn (Bhajan)
Hymn No. 4336 | Date: 09-Jan-20022002-01-092002-01-09અમારા દર્દેદિલની કહાની અમારી જબાની છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=amara-dardedilani-kahani-amari-jabani-chheઅમારા દર્દેદિલની કહાની અમારી જબાની છે,
આ તો અમારા જીવનની કવ્વાલી છે.
દેવું હોય તો દેજો દાદ, ના દેવી હોય તો ના દેજો,
પણ આ કોઈ ખુશામતે નવાજી નથી, આ તો અમારા દિલની કહાની છે.
ભલે શબનમી લાગે તમને મીજાજ અમારો, દિલ પર હજાર જખમોની નિશાની છે,
પ્યારની બહાર છે જીવનમાં, યારની પણ દિલ પર રહેમત છે.
દિલની દાસ્તાં અમારી નથી એટલી સીધી સરળ, એ તો ગૂંચવાયેલી છે.
ફરિયાદ ઊઠે ઘણી દિલમાં, તો ક્યારે યાદોની આંધી આવે છે,
હર એક જખમમાંથી અમારા નવા ગીત ને નવા બોલ ગૂંજે છે.
હોય તારિફે કાબિલ ક્યારે, ક્યારે ના એ કોઈને ગમે છે,
હકીકત છે હાલે દિલની કે ના એ ખુશામતનવાજી છે.
અમારા દર્દેદિલની કહાની અમારી જબાની છે