View Hymn (Bhajan)
Hymn No. 4335 | Date: 09-Jan-20022002-01-092002-01-09બનવું છે તારે પ્રેમના અવતારી, રાખજે જીવનમાં ઝેર પચાવવાની તૈયારીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=banavum-chhe-tare-premana-avatari-rakhaje-jivanamam-jera-pachavavani-taiyariબનવું છે તારે પ્રેમના અવતારી, રાખજે જીવનમાં ઝેર પચાવવાની તૈયારી,
કામ નહીં આવે ખાલી ને ખોટી વાતોની સૈયારી, બનવું છે તારે પ્રેમના .....
હસતા મુશ્કુરાતા રહેવું પડશે તારે ઉતારી દે કાળજામાં કોઈ જો કટારી,
ચાલવું પડશે એવી રે રાહે જે રાહમાં હશે અનગણિત ચિનગારી,
બધું સહેવાની ને પ્રેમથી બધું આવકારવાની રાખવી પડશે તારે તૈયારી,
અણધાર્યા તોફાનો ને વણમાગી મુસીબતોને સહેવાની રાખવી પડશે તૈયારી,
નારાજગી ને નિરાશાને જીવનમાં તારે તારી રાહ પરથી હટાવવી પડશે,
હરપલ ને હરક્ષણ રાખવી પડશે તારે કુરબાનીની તૈયારી
મીરાંના માધવ મળશે તને રાખશે જો તું ઝેર પચાવવાની તૈયારી
બનવું છે તારે જો પ્રેમના અવતારી, ખુદ ને પડશે તને દેવું મારી રાખવી .....
બનવું છે તારે પ્રેમના અવતારી, રાખજે જીવનમાં ઝેર પચાવવાની તૈયારી