View Hymn (Bhajan)
Hymn No. 4349 | Date: 22-Jan-20022002-01-222002-01-22સંધ્યાએ ઓઢી સતરંગી ચૂંદડી, ચૂંદડી ઓઢીને રાહ એ હતી કોની રે જોતીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sandhyae-odhi-satarangi-chundadi-chundadi-odhine-raha-e-hati-koni-re-jotiસંધ્યાએ ઓઢી સતરંગી ચૂંદડી, ચૂંદડી ઓઢીને રાહ એ હતી કોની રે જોતી,
શું પ્રેમી યુગલોને એ ધ્યાનમાં હતી રાખતી, કે સંધ્યાએ .....
સમજાયું ના દિલને લજ્જાથી એ શાને ગઈ શરમાઈ, કે રાતની ઓઢણી લીધી ઓઢી,
ના ગમ્યા વર્તન શું કોઈ પ્રેમીના કે એને ચંદ્રની ચાંદનીની યાદ આવી,
અરે જોઈના શકી મુખડું ચંદ્રની ચાંદનીનું, અરે શાને કાજે આંખમા કાજળ દીધું આંજી,
અરે પોતાની હાજરીની નોંધ દેવા, અરે ઓઢી લીધી એણે અનોખી તારલિયાની ઓઢણી,
નાખી હતી રુકાવટ સૂરજ, તારા મેળાપની લને એણે સતરંગોની ઓઢી ચૂંદડી,
રાખી નજર ખોડી ધરતી પર, શરમની મારી લજ્જાથી ઘેરાયેલી, ચંદ્રને જોવા ઊંચકી આંખડી,
મેળાપમાં હૈયામાં, અરે પરસેવે થતી હતી રેબઝેબ એની છાતડી, ઝાકળ બિંદુ સ્વરૂપે ધરતીએ સાચવી.
સંધ્યાએ ઓઢી સતરંગી ચૂંદડી, ચૂંદડી ઓઢીને રાહ એ હતી કોની રે જોતી