View Hymn (Bhajan)
Hymn No. 205 | Date: 11-Jun-19931993-06-111993-06-11આપ્યું તે તો ઘણું ઘણું જીવનમાં, જીવનમાં તે તો ઘણું ઘણું દીધુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=apyum-te-to-ghanum-ghanum-jivanamam-jivanamam-te-to-ghanum-ghanum-didhumઆપ્યું તે તો ઘણું ઘણું જીવનમાં, જીવનમાં તે તો ઘણું ઘણું દીધું,
લીધું મેં તો બધું તારી પાસેથી, ના તને કાંઈ દીધું,
ન અચકાયો તું દેતા, ના અચકાઈ હું લેતા
ખાલી મારા પેટને તે તો ભરી દીધું,
ભરેલા પેટને પાછું ખાલી મેં તો કરી દીધું,
આપ્યું જ્યારે તે કાંઈ, તૃપ્ત હું તો થઈ ગઈ,
પાછી ખાલી ને ખાલી રહી ગઈ,
ક્ષણથી વધુ સુખમાં ના હું રહી શકી,
પાછી દુઃખી ને દુઃખી હું તો થઈ ગઈ,
છે બધું પાસે, ના હું જાણી શકી,
માંગવાની પડી ગઈ આદત,
માંગતી ને માંગતી રહી તારી પાસે,
સંપૂર્ણ લાગે ક્ષણ એક માટે મને તું તો પ્રભુ,
બીજી ક્ષણે તારામાં અપૂર્ણતા ને અપૂર્ણતા લાગે છે,
મારી ખામી હું ના જોઈ શકું, પણ છે આદત ખામી કાઢવાની,
ના એને દૂર કરી શકું
આપ્યું તે તો ઘણું ઘણું જીવનમાં, જીવનમાં તે તો ઘણું ઘણું દીધું