View Hymn (Bhajan)
Hymn No. 4253 | Date: 28-Aug-20012001-08-282001-08-28આવીને પાસે અમારી કહી દો દિલની વાત તમારીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=avine-pase-amari-kahi-do-dilani-vata-tamariઆવીને પાસે અમારી કહી દો દિલની વાત તમારી,
પુકાર છે આ અમારી કે કહી દો તમે હૈયાની વાત તમારી.
સાચી કે ખોટી નથી કોઈ આ માંગણી અમારી,
આવી જાઓ પાસે તમે પુકાર છે પ્રેમથી પ્રેમની.
ચેનો આરામથી વીતે પળ પળ સદા તમારી,
આવે જો પાસે તો કરીએ વાત કોઈ પ્યારી.
વાવીએ સુંદર પુષ્પો, ના રાખીએ ખાલી હૈયાની રે ક્યારી,
જાણીએ અમે પણ જરા તમારા હૈયાની વાત પ્યારી.
ખાલી થઈ જાય જો હૈયું તમારું કરીએ અમે પ્રવેશવાની તૈયારી,
તમારી એ અંતરની આરઝુંને સાકાર કરે, આવો ને પાસે .....
આવીને પાસે અમારી કહી દો દિલની વાત તમારી