View Hymn (Bhajan)
Hymn No. 4246 | Date: 18-Aug-20012001-08-182001-08-18એક ઓરથી કહીં દઊં છું તારી બધી વાતોથી રાજી ને રાજી છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eka-orathi-kahim-daum-chhum-tari-badhi-vatothi-raji-ne-raji-chhumએક ઓરથી કહીં દઊં છું તારી બધી વાતોથી રાજી ને રાજી છું,
તોય પ્રભુ ફરિયાદ કરવાનો હક એ મારી પાસે ને પાસે રાખું છું.
એક ઓર કહું છું તને તું રાખે તેમ રહેવા હું તો તૈયાર છું,
તોય પ્રભુ નવી નવી ઈચ્છાઓ જગાવાનો હક મારી પાસે રાખું છું.
એક ઓર કહું છું પ્રભુ તું મારો સ્વામી ને હું તારો દાસ છું,
તોય પ્રભુ હુકમ કરવાનો હક તો હું મારી પાસે રાખું છું.
એક ઓર તો કહું છું તને કે પાસે તારી ભક્તિ ને હું યાચું છું,
તોય પ્રભુ જીવનમાં કરવી નવી નવી માંગણી ના હું તો ચુકું છું,
એક ઓર તો કહી દઊં છું પ્રભુ કરે તું એ બધું સાચું ને સારું છે,
તોય પ્રભુ નિર્ણય લેવાનો હક તો હું મારી પાસે રાખું છું .
એક ઓરથી કહીં દઊં છું તારી બધી વાતોથી રાજી ને રાજી છું