View Hymn (Bhajan)
Hymn No. 4319 | Date: 17-Nov-20012001-11-172001-11-17મનએ છોડી જ્યાં મર્યાદા, દિલે પણ એમાં સાથ દીધોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=manae-chhodi-jyam-maryada-dile-pana-emam-satha-didhoમનએ છોડી જ્યાં મર્યાદા, દિલે પણ એમાં સાથ દીધો,
નયનોની બેચેનીનું તો શું પૂછવું, જાણે આ પળની રાહ જોતા હતા,
આકારો ને વિચારોમાં ખોવાયું જ્યાં રે મનડું રે મારું,
દિલમાં એ બધું મેળવવાની ઈચ્છા તો એવી રે જાગી,
નયનોએ વહવ્યા આંસુ એમાં કે સાથ પૂરેપૂરો મનને દિલે દીધો,
ના લાગી વાર માયાના પાસમાં બંધાતા, મનને કે દિલને નયનોની તો રહેમ હતી,
ચાહતની સફરમાં ખબર ના પડી કે આ અમારી હાર કે જીત હતી,
ના સમજ પડી આખર સુધી કે કોની સંગ જાગી દિલને પ્રીત હતી,
કહી દીધું ત્યારે અમે આ બધી તકદીરોની વાત તો હતી,
પળે પળે મચલતા અમારા દિલને કહી દીધું અમે કે મનની તો આ વાત હતી.
મનએ છોડી જ્યાં મર્યાદા, દિલે પણ એમાં સાથ દીધો