View Hymn (Bhajan)
Hymn No. 1194 | Date: 27-Feb-19951995-02-271995-02-27ભરી દે ભરી દે પ્રભુ તું ભરી દે(2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhari-de-bhari-de-prabhu-tum-bhari-deભરી દે ભરી દે પ્રભુ તું ભરી દે(2)
ના જોવા હોય આંસુ મારી આંખમાં તો મારી આંખમાં મુસ્કુરાહટ તું ભરી દે
ના જોવો હોય ઉદાસીન ચહેરો મારો, તો ચહેરા પર ઉત્સાહ તું સજાવી દે
કરી શકે છે પ્રભુ તું તો બધું, તો પછી આટલુ તું કરી દે
દુઃખી ના થવું હોય તને પ્રભુ, જોઈને આવી દશા મારી
થાવુ હોય સુખી તને, પ્રભુ તો તું મને તારી પાસે લે બોલાવી
સમાવીને મુજને તુજમાં, તું મને મારા દિલને સુખથી તું ભરી દે
શ્વાસે શ્વાસમાં પ્રભુ તારા નામનો ગુંજે રણકાર, એવું તું કાંઈ દઈ દે
આપી આશીર્વાદ તારા દિલમાંથી, બધા વાદ વિવાદ મિટાવી દે
ભરી દે ભરી દે પ્રભુ તું ભરી દે(2)