View Hymn (Bhajan)
Hymn No. 1134 | Date: 10-Jan-19951995-01-101995-01-10ભોળાભાલા માસૂમ ચહેરા, જેને જોઈને અન્યના દિલને શાંતી મળેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bholabhala-masuma-chahera-jene-joine-anyana-dilane-shanti-maleભોળાભાલા માસૂમ ચહેરા, જેને જોઈને અન્યના દિલને શાંતી મળે
એવા લોકોના જીવનમાં, અશાંતીનું કારણ શું હશે
આપી શકે જે અન્યને સુખ, તોય ના મટે પોતાનું દુઃખ, એના દુઃખનું કારણ શું હશે
પ્રભુ કહી દે તું તો મને આજ, એના જીવનમાં અશાંતીનું કારણ શું હશે
માન્યું પૂર્વભવના કર્મોની, છે સતામણી એના આ જીવનમાં
પણ ગણી તે જેને નિર્દોષતાની મૂર્તિ જેવી, દોષ ઓછા કેમ ના કર્યા
કરી કૃપા તેં તો ઘણી, પણ અધૂરી કૃપા તેં શીદ ને રે કરી
કરીને પૂરી કૃપા કેમ ના બાળ્યા, તે જીવનમાં એના રે કર્મોને
સમજાય છે કર્મ આગળ તું છે મજબૂર ઘણો રે
મજબૂરી દૂર કરી તારી ,કેમ તે આવું ના કર્યું, જીવનમાંથી એના દોષનું નિવારણ
ભોળાભાલા માસૂમ ચહેરા, જેને જોઈને અન્યના દિલને શાંતી મળે