View Hymn (Bhajan)
Hymn No. 1132 | Date: 09-Jan-19951995-01-091995-01-09નથી જેને કોઈ બંધન, એને કોણ બાંધી રે ગયુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-jene-koi-bandhana-ene-kona-bandhi-re-gayumનથી જેને કોઈ બંધન, એને કોણ બાંધી રે ગયું
ન આવે જે કોઈના બંધનમાં ખોટો, હક્ક એના પર કોણ જમાવી ગયું
શક્તિના સિંધુને શક્તિહીન, કોણ બનાવી ગયું
સ્વયં સુખસાગરને, દુઃખનો અહેસાસ કોણ કરાવી ગયું
જીતની બાજી હારમાં ને હારની બાજી જીતમાં કોણ પલટાવી ગયું
આનંદમાં રહેનારને વિષાદનો સ્પર્શ કોણ કરાવી ગયું
પ્રેમ ને અહિંસાના પૂજારીને, વેરી ને હિંસક કોણ બનાવી ગયું
હતું ચોખ્ખું એ તો અરીસા જેવું, ધૂળ એના પર કોણ લગાડી ગયું
નથી જેને કોઈ બંધન, એને કોણ બાંધી રે ગયું