View Hymn (Bhajan)
Hymn No. 4443 | Date: 18-Jan-20152015-01-182015-01-18શ્વાસ બની હૃદયને ધડકતું રાખનારા, રક્ત બની નસ નસમાં વહેનારાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shvasa-bani-hridayane-dhadakatum-rakhanara-rakta-bani-nasa-nasamam-vahenaraશ્વાસ બની હૃદયને ધડકતું રાખનારા, રક્ત બની નસ નસમાં વહેનારા
દૃષ્ટિ બની જોનારા, શ્રવણ બની સાંભળનારા, વાલા તારાં રૂપ છે હજાર
કહે તો પ્રીતમ મારે, કયા રૂપનાં કરવા રે વખાણ
હાસ્ય બની હોઠો પર લહેરાવનારા, તેજ બની ચમકનારા
હસ્ત બની સઘળાં કાર્ય કરનારા, દિલ બની ધડકનારા, કહે રે ...
મેઘ બની વરસનારા, મોર બની નાચનારા, કહે તો પ્રીતમ
મન બની મિલન કરાવનારા, ચિત્ત બની ચેન હરનારા, કહે રે પ્રીતમ
જડમાં વસનારા, ચેતનમાં હસનારા, કહે રે પ્રીતમ, મારે કયા
અણું અણુમાં વસનારા, ઘટ ઘટ ને ઘડનારા, તારા કયા રૂપના કરું રે ...
શ્વાસ બની હૃદયને ધડકતું રાખનારા, રક્ત બની નસ નસમાં વહેનારા