View Hymn (Bhajan)
Hymn No. 2042 | Date: 12-Mar-19971997-03-121997-03-12કોઈ દિલનો બીમાર છે, કોઈ દર્દનો શિકાર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koi-dilano-bimara-chhe-koi-dardano-shikara-chheકોઈ દિલનો બીમાર છે, કોઈ દર્દનો શિકાર છે
છે સહુને જુદો જુદો, પણ દર્દ વિના ના કોઈ છે
જ્યાંજ્યાં નજર ફરે, ત્યાં દર્દીઓની મોટી લંગાર છે
હશે કોઈને ગમતું કે હશે અણગમતું, પણ હરએક પાસે દર્દ છે
દિલ છે ત્યાં દર્દ છે, દર્દ વિના ના દિલનું અસ્તિત્વ છે
દર્દને દૂર કરવા કાજે, હરકોઈને સાચી દવાની તલાશ છે
પામી નથી શકતા બધા એ દવા, એ વાત તો જુદી છે
કાંઈ પામવા કાજેની શરૂઆત, એ બી તો દર્દ છે
ના આવ્યો ધાર્યો અંજામ તો બી અંતે દર્દ છે
પામવો હોય કોઈનો પ્યાર, તો ત્યાં દર્દની જરૂર છે
હોય છે હાજર એ તો સદા, ના એના વિના કોઈ દિલ છે
કોઈ દિલનો બીમાર છે, કોઈ દર્દનો શિકાર છે