View Hymn (Bhajan)
Hymn No. 4424 | Date: 06-Nov-20142014-11-062014-11-06એક એક શબ્દ તમારા જીવનપથમાં, પ્રકાશ પાથરતા રે જાશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eka-eka-shabda-tamara-jivanapathamam-prakasha-patharata-re-jasheએક એક શબ્દ તમારા જીવનપથમાં, પ્રકાશ પાથરતા રે જાશે
વાંચશો રે તમે કાકાનાં ભજન, જીવનની ધન્યતા અનુભવતા રે જાશો
પીરસ્યું છે એમણે તો તૈયાર ભાણું, આરોગતા રે હવે તમે રે જાશો
સમજાશે જીવનના તથ્યને, જીવનનું મૂલ્ય સમજતા રે જાશો
અંતરપટનાં અંધારાં તમારાં મીટતા રે જાશે, શબ્દે શબ્દે પ્રકાશ પથરાશે
ભક્તિની એ ધારામાં જો નહાશો, પવિત્ર તમે થાતા રે જાશો
નામસ્મરણની ધૂન છે એમાં, પ્રીત ને પ્રેમનો પોકાર અનુભવતા રે જાશો
શબ્દ બ્રહ્મમાં જ્યાં ખોવાતા જાશે, એકતાના રંગે રંગાતા રે જાશે
મંઝિલે મુકામ તરફ તમે, આપોઆપ ચાલતા રે જાશો
આવ્યા છે જે પામવા એ તમે, પામી રે જાશો, એક એક ....
એક એક શબ્દ તમારા જીવનપથમાં, પ્રકાશ પાથરતા રે જાશે