View Hymn (Bhajan)
Hymn No. 2386 | Date: 17-Mar-19981998-03-171998-03-17તમે કહો કે ના કહો પણ, તમારા આવકારમાં તો ઇકરાર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tame-kaho-ke-na-kaho-pana-tamara-avakaramam-to-ikarara-chheતમે કહો કે ના કહો પણ, તમારા આવકારમાં તો ઇકરાર છે
તમે કરો કે ના કરો પણ, તમારી નજરમાંથી છલકતો પ્યાર છે
તમારો એ પ્યાર તો, અમારા જીવનનો આધાર છે
તમે કહો કે ના કહો પણ, કર્યો તમે અમારો સ્વીકાર છે
રાખો છૂપાઈને ચાહે તમે તમારા પ્યારને, પણ તમે પણ કરો છો પ્યાર અમને
દિલ જાણી લે છે વાત દિલની, ના એમાં એને લાગે વાર છે
મેળવો તમે નજર અમારાથી કે નહીં, એ તમારા ઇરાદાનો તમારા પર આધાર છે
મુલાકાત ના થાય આપણી તો કાંઈ વાત નહીં, પણ એ પ્યાર બરકરાર છે
ચાહે રહો ખફા તમે અમારાથી, ના એથી કાંઈ તમે અમારાથી દૂર છો
હજીય તમારા મુખ પર પ્યારનો મીઠો મલકાટ છે, તમે કહો કે ના કહો …
તમે કહો કે ના કહો પણ, તમારા આવકારમાં તો ઇકરાર છે