View Hymn (Bhajan)
Hymn No. 1196 | Date: 04-Mar-19951995-03-041995-03-04ઓછપનો એ અહેસાસ, માંગવા પર મજબૂર મને કરી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ochhapano-e-ahesasa-mangava-para-majabura-mane-kari-jaya-chheઓછપનો એ અહેસાસ, માંગવા પર મજબૂર મને કરી જાય છે
પવિત્ર પ્રેમની ધારા પર, ધબ્બાની જેમ એ લાગી જાય છે
એ ઓછપના અહેસાસ, મને પ્રેમથી અલગ કરી જાય છે
દૂરી મિટાવવા ને બદલે અંતર ઊભું એ કરી જાય છે
થાય છે દૂર બંધુ દિલથી, પણ આ અહેસાસ ના દૂર થાય છે
આ ઓછપનો અહેસાસ મને, તારાથી દૂર લઈ જાય છે
જાગે છે જ્યાં એ અહેસાસ, દિલ મારું ખૂબ એમાં મૂંઝાય છે
કરું છું કોશિશ સ્થિર રહેવાની, તોય ખેંચી મને જાય છે
હળવા શ્વાસને મારા ભારે એ બનાવી જાય છે
શ્વાસ મારો રૂંધાઈ જાય છે, જ્યાં ઓછપના અહેસાસ ….
ઓછપનો એ અહેસાસ, માંગવા પર મજબૂર મને કરી જાય છે