View Hymn (Bhajan)
Hymn No. 2879 | Date: 16-Oct-19981998-10-161998-10-16જન્મોના ઋણો આ જન્મમાં અદા કરી રહ્યાં છીએSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=janmona-rino-a-janmamam-ada-kari-rahyam-chhieજન્મોના ઋણો આ જન્મમાં અદા કરી રહ્યાં છીએ
લાગે છે નવું, પણ એ જ પુરાણો ખેલ ખેલી રહ્યાં છીએ
એ જ બંધન ને એ જ વ્યવહાર, આજ નિભાવી રહ્યાં છીએ
ક્યાંક બાંધી તો ક્યાંક કાંઈ છોડી રહ્યાં છીએ
મળ્યું છે જીવન અમને, કે કામ અધૂરું પૂરું કરી રહ્યાં છીએ
નવા કામો કરીએ છીએ જે, એ અધૂરા અમે છોડી રહ્યાં છીએ
ક્યાંક કાંઈ આપી તો ક્યાંક કાંઈ લઈ રહ્યાં છીએ
નવા રૂપ ને નવા રંગ સજાવી, રંગમંચમાં ઉતરીએ છીએ
નાટક છે એ જ પુરાણું, પાત્ર નવું ભજવી રહ્યાં છીએ
એ જ પળછીનના ખેલ ને એ જ ખેંચતાણ, અનુભવીએ છીએ
કે પ્રભુ, ખબર નહીં આખર અમે કઈ તરફ આગળ વધી રહ્યાં છીએ
જન્મોના ઋણો આ જન્મમાં અદા કરી રહ્યાં છીએ