View Hymn (Bhajan)
Hymn No. 2894 | Date: 19-Oct-19981998-10-191998-10-19ના હોય અક્કલના બે છાંટા, ને સમજે ખુદને સમજદારSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-hoya-akkalana-be-chhanta-ne-samaje-khudane-samajadaraના હોય અક્કલના બે છાંટા, ને સમજે ખુદને સમજદાર
ના કરજો વાત પછી કાંઈ, કે પછી શું કહેવું કે શું થવાનું છે
ના હોય કોઈ માન-મર્યાદા, ને સમજે ખુદને આદર્શવાદી
ના કરજો વાત પછી, કે આદર્શ કેટલા તૂટવાના છે
ના હોય તમન્ના દિલમાં ત્યાગની, કરે ખાલી વાતો મોટી મોટી
ના કરજો વાત પછી કે ત્યાગની જીવનમાં, ના કોઈ નિશાની છે
ના હોય આવડત પૂરી કાર્ય કરવાની, ને લે કાર્ય હાથમાં
ના પૂછજો પછી કે એ કાર્ય ક્યારેક પૂરું થવાનું છે
ના હોય કોઈ મંજિલ નક્કી જીવનમાં, ને કરે વાત પામવાની
ના પૂછજો પછી કે જીવનમાં એમને શું મળવાનું છે
ના હોય અક્કલના બે છાંટા, ને સમજે ખુદને સમજદાર