View Hymn (Bhajan)
Hymn No. 2912 | Date: 22-Oct-19981998-10-221998-10-22જેમ જેમ સંજોગોના સામના માનવી કરતો જાય, એમ નિખાર એમાં આવતો જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jema-jema-sanjogona-samana-manavi-karato-jaya-ema-nikhara-emam-avato-jayaજેમ જેમ સંજોગોના સામના માનવી કરતો જાય, એમ નિખાર એમાં આવતો જાય છે
લાગે છે ઠોકરો જ્યારે જીવનમાં, તો સહનશક્તિ એમાં એની વધતી જાય છે
થાય છે આવું જીવનમાં તો ક્યારેક, આનાથી ઊલટું પણ તો થાય છે
ચડાવીએ ચુલે ચણા રાંધવા, મળે છે બધાને એક સરખી ગરમી
તોય વચ્ચે વચ્ચે કોઈ દાણા, એવાને એવા રહી જાય છે
કહેવું એ મુશ્કેલ છે, કે સંજોગોના સંતાપની અસર કોના પર શું થાય છે
કોઈ ગરમીથી પીગળી જાય, તો કોઈ બરાબર તો રંધાય છે
કોઈ ગુમાવી બેસે છે મીઠાશ, તો કોઈની મીઠાશ વધતી ને વધતી જાય છે
જીવનના ક્રમ છે આ બધા એમાં, કાંઈ ને કાંઈ તો ચાલતું ને ચાલતું જાય છે
અસર થશે શેના પર ને શું, ના તો એ કહેવાય છે, જેમ જેમ …..
જેમ જેમ સંજોગોના સામના માનવી કરતો જાય, એમ નિખાર એમાં આવતો જાય છે