View Hymn (Bhajan)
Hymn No. 63 | Date: 29-Aug-19921992-08-291992-08-29શ્વાસો તો સરક્તા જાય છે જીવનમાંથી, શ્વાસ તો સરકતો જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shvaso-to-sarakta-jaya-chhe-jivanamanthi-shvasa-to-sarakato-jaya-chheશ્વાસો તો સરક્તા જાય છે જીવનમાંથી, શ્વાસ તો સરકતો જાય છે,
સરકતા શ્વાસને ન તો પકડી શકાય છે,
પકડવા જતા એને, જીવન તો વહેતું જાય છે,
જીવનના વહેણમાં સહુ કોઈ તણાતું જાય છે,
મળ્યું જેને પાટિયું, કિનારે એ તો પહોંચી જાય છે,
બાકી અધવચ્ચે ડૂબકી ખાતા ને ખાતા રહી જાય છે
શ્વાસો તો સરક્તા જાય છે જીવનમાંથી, શ્વાસ તો સરકતો જાય છે