View Hymn (Bhajan)
Hymn No. 1179 | Date: 07-Feb-19951995-02-071995-02-07ક્ષણેક્ષણે બદલાતા રંગો મારા, તસવીર તારી બગાડી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kshanekshane-badalata-rango-mara-tasavira-tari-bagadi-jaya-chheક્ષણેક્ષણે બદલાતા રંગો મારા, તસવીર તારી બગાડી જાય છે
છવાઈ જાય છે આંખોમાં એવી બીજા આકાર, તસવીર તારી ઘૂંઘળી બનાવી જાય છે
ચાહું છું જે રંગ ભરવા તારી તસવીરમાં, ના એ તો ભરાય છે
બીજા રંગ જ્યાં આંખ સામે આવી જાય છે, ત્યાં બંધુ ભુલાય છે
કરું છું કોશિશ જ્યાં, ત્યાં આંખે અંધકાર આવી જાય છે
ખૂલી હોવા છતા આંખ મારી, મને કાંઈ પણ ના દેખાય છે
અર્ધું અધૂરું રહી જાય છે, જ્યાં વિઘ્ન વચ્ચે આવી જાય છે
ના જાણે કેમ પણ, આવું ને આવું જ થાય છે
ક્ષણ પહેલા સજાવેલા શણગાર, ક્ષણમાં જ ભૂલી જવાય છે
નથી કરી શક્તી શણગાર તારા, પ્રભુ એ અધૂરા ને અધૂરા રહી જાય છે
ક્ષણેક્ષણે બદલાતા રંગો મારા, તસવીર તારી બગાડી જાય છે