View Hymn (Bhajan)
Hymn No. 1257 | Date: 16-May-19951995-05-161995-05-16મદમસ્તીમાં રહ્યો જ્યાં તું ચકચૂર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=madamastimam-rahyo-jyam-tum-chakachura-chhe-rahya-prabhu-tyam-tarathiમદમસ્તીમાં રહ્યો જ્યાં તું ચકચૂર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર છે
હૈયે ભર્યો અહંકાર તારા જ્યાં ભરપૂર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર છે
વેરઝેરના ભર્યા તે ભંડાર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર છે
વર્ષી રહી આંખેથી જ્યાં ઈર્ષાની આગ છે, પ્રભુ ત્યાં તારાથી દૂર છે
અહંકાર ને અહં આગળ જે બન્યા મજબૂર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર છે
હૈયામાં રહેલો અહંકાર પ્રભુને ના મંજૂર છે, એથી રહ્યા પ્રભુ દૂર છે
બંધ કર્યો જ્યાં પ્રેમ ને નમ્રતાનો વ્યવહાર, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર
પ્યાર વિના કોઇના આવે પાસે આ તો એક દસ્તૂર છે, રહ્યા પ્રભુ તારાથી દૂર
નથી રહેવા માંગતા પ્રભુ તારાથી દૂર, એ તો સદા તારી પાસ છે
તે ને તે રાખ્યા સદા પ્રભુ ને દૂર ને દૂર, છે પ્રભુ તો રહ્યા સદા સાથે ને પાસે છે
મદમસ્તીમાં રહ્યો જ્યાં તું ચકચૂર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર છે