View Hymn (Bhajan)
Hymn No. 1251 | Date: 02-May-19951995-05-021995-05-02સમજાવી સમજાવી ખૂબ સમજાવ્યા, તોય પાછા જે ના વળ્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samajavi-samajavi-khuba-samajavya-toya-pachha-je-na-valyaસમજાવી સમજાવી ખૂબ સમજાવ્યા, તોય પાછા જે ના વળ્યા
તોડી સમજની સીમાને, નાસમજીમાં જે રાચતા ને રાચતા રહ્યા
આબાદ થવાના ખ્યાલોમાં, બરબાદ એ તો થાતા ને થાતા રહ્યા
પામી શકે કાંઈ બીજું નવું, એ પહેલા ખુદ લૂંટાઈ તો ગયા
લૂંટાયા ખુદ જ્યાં બદનામ ત્યાં અન્યને કરતા રહ્યા
ડર ને દર્દથી ડરી ખૂદ બચવા કાજે, સદા ભાગતા ને ભાગતા રહ્યા
આશરો શોધવા બેબાકળા બની, ફરતા ને ફરતા રહ્યા
ના મળ્યો જ્યાં આશરો, ત્યાં પસ્તાતા ને પસ્તાતા એ તો રહ્યા
સમજાણી ભૂલ જ્યારે, ત્યારે રડતા ને રડતા એ તો રહ્યા
જોઈ દુનિયાના રૂપને, પુકારતા પ્રભુને એ તો ત્યારે થયા
સમજાવી સમજાવી ખૂબ સમજાવ્યા, તોય પાછા જે ના વળ્યા