View Hymn (Bhajan)
Hymn No. 1863 | Date: 08-Nov-19961996-11-081996-11-08મારા ભાવોની રે વણઝાર પ્રભુ, રોકી ના રોકાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mara-bhavoni-re-vanajara-prabhu-roki-na-rokaya-chheમારા ભાવોની રે વણઝાર પ્રભુ, રોકી ના રોકાય છે
સોંપવા ચાહું છું પ્રભુ તને મારા બધા રે ભાવો, એ પણ મારાથી ના થાય છે
થાય છે આવું જ્યારે પ્રભુ ત્યારે, મારામાં બેચેની ઊભી થઈ જાય છે
કર શું ને શું ના કરું ના કાંઈ સમજાય છે, ના કાંઈ મારાથી થાય છે
ભાવોની આ ભરતી હૈયાના કિનારાને, જ્યારે ઓળંગી જાય છે
દિલમાં રે મારા પ્રભુ, મનમાં રે મારા પ્રભુ, એક તોફાન આવી જાય છે
થાય છે આવું કેમ ને શા માટે, કહેવું એ મુશ્કેલ બની જાય છે
ઘણી વાર તો સમજાય છે કારણ, ઘણી વાર ના કાંઈ સમજાય છે
છે હાલત આવી રે મારી પ્રભુ કે, જેનો ઇલાજ તારી પાસ છે
પ્રભુ કર જતન તું કાંઈ હવે કે, આવી હાલત મારી મારાથી સહન ના થાય છે
મારા ભાવોની રે વણઝાર પ્રભુ, રોકી ના રોકાય છે