View Hymn (Bhajan)
Hymn No. 3232 | Date: 07-Feb-19991999-02-071999-02-07પામવા તારી વિશાળતા ને પ્રભુ, મારે કરવી પૂરી તૈયારી છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pamava-tari-vishalata-ne-prabhu-mare-karavi-puri-taiyari-chheપામવા તારી વિશાળતા ને પ્રભુ, મારે કરવી પૂરી તૈયારી છે
નિભાવી છે પ્રીત તે તો સંગ મારે, કે હવે મારે એ રીત અપનાવવી છે
પામવું છે પ્રભુ તને આ જનમમાં, તૈયારી એની પૂરી કરવાની છે
ભૂલું શું, શું ના ભૂલું, ભૂલ્યા વિના તને પળેપળ યાદ મારે કરવો છે
કરી નથી શરૂઆત જીવનમાં મેં, પણ મારે ઘણી ઘણી તૈયારી કરવાની છે
શરૂઆત કરું ક્યાંથી કે માયાની સીમા, ઓળંગવી હજી બાકી છે
ચાહે કાંઈ પણ થઈ જાય જીવનમાં, મારે પ્રીતમાં ના હાર માનવી છે
જિતે જે તારી પ્રીતને જીવનમાં, રીત મારે એવી અપનાવવી છે
ભૂલી ને દર્દને જીવનમાં તારી, દીવાનગીમાં ફના થવાનું છે
કે પ્રભુ લગાડયો દાવ છે જે એને, નિષ્ફળતામાં ના બદલવો છે …
પામવા તારી વિશાળતા ને પ્રભુ, મારે કરવી પૂરી તૈયારી છે