View Hymn (Bhajan)
Hymn No. 3231 | Date: 06-Feb-19991999-02-061999-02-06સમયની સંગ સંગ રહીને, પ્રભુ પામવો છે તનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samayani-sanga-sanga-rahine-prabhu-pamavo-chhe-taneસમયની સંગ સંગ રહીને, પ્રભુ પામવો છે તને
સમય રમાડી રહ્યો છે અમને, અમારા ભાવોથી રમાડશું અમે તને
ક્ષણ ક્ષણ ને પળ પળની વાત છે, જે કહી રહ્યાં છીએ તને
સાધવું છે જીવનમાં અમારે જે, સાધવા આવ્યા છીએ અહીં અમે
ક્ષણે ક્ષણે ભાવો ભરશું હૈયામાં અમે એવા, મજા આવી જાશે તને
ભજન ભક્તિ તારી કરી, આવશું પાસે અમે તારી, રમાડવા તને
રમવાની આવશે મજા જ્યારે, રમાડશું અમે તો તને
સમયની રમતમાં, સમયને હરાવીને, પહોંચશું અમે પાસે તારી, કે રમાડશું તને
રંગમાં પોતાના રંગી, નવા નવા ખેલ ખેલાવશું તને
પ્રેમના એ ખેલમાં હારીને, ખુદ જીત આપશું તને
કે આવી પાસે તારી, રમાડશું પ્રભુ અમે તો તને
સમયની સંગ સંગ રહીને, પ્રભુ પામવો છે તને