View Hymn (Bhajan)
Hymn No. 4144 | Date: 20-Jun-20012001-06-202001-06-20ના અપમાન સહી શક્યા જીવનમાં, ના સન્માનપૂર્વક જીવી શક્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-apamana-sahi-shakya-jivanamam-na-sanmanapurvaka-jivi-shakyaના અપમાન સહી શક્યા જીવનમાં, ના સન્માનપૂર્વક જીવી શક્યા,
હર વાતને દિલમાં ગૂંચવી રહ્યા, ના સાર એનો સમજી શક્યા.
સમજણ વિનાની સમજણ ભરી, ભરી હૈયામાં જીવનમાં ના એમાં આગળ વધી શક્યા,
ના સમજીના પહેર્યા નકાબ જેણે જીવનમાં, સમજદારી ને સમજી ના શક્યા.
નાદાનીમાં નોંધાવતા રહ્યા જે નામ પોતાનું, સમજને એ જાણી ના શક્યા,
કરી ઘણી મહેનત, પણ ના ધરી હૈયે ધીરજને, હિંમત એ આગળ વધી ના શક્યા.
ચાહ્યું ઘણું ઘણું કરવા જેણે, એક કાર્ય પર જે પૂર્ણ ધ્યાન ના દઈ શક્યા,
અસ્થિરતામાં થયો જેનો પ્રવેશ જીવનમાં, એ આગળ વધી ના શક્યા.
ચાહ્યું આપવાને હરકોઈ ખુદને, ખુદ કોઈને પ્રેમથી આવકારી ના શક્યા,
દેવાનું ભૂલીને જે લેવામાં ને લેવામાં ખોવાઈ ગયા એ આગળ વધી ના શક્યા.
ના અપમાન સહી શક્યા જીવનમાં, ના સન્માનપૂર્વક જીવી શક્યા