View Hymn (Bhajan)
Hymn No. 2116 | Date: 17-May-19971997-05-171997-05-17ના દુઃખમાં કે ના સુખમાં, પ્રિયતમની યાદોને દિલમાં સમાવવાની હોય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-duhkhamam-ke-na-sukhamam-priyatamani-yadone-dilamam-samavavani-hoyaના દુઃખમાં કે ના સુખમાં, પ્રિયતમની યાદોને દિલમાં સમાવવાની હોય છે
ના ધૂપ સંગ કે ના છાંવ સંગ, એની યાદોને તો દિલ સંગ જોડવાની હોય છે
આંખ બંધ હોય કે હોય ખુલ્લી, એના દીદાર તો સરેઆમ કરવાના હોય છે
એના પ્યાર વિના જીવન છે બીજું શું, અહેસાસ આ દિલને કરવાનો હોય છે
જોડીશ એની યાદો અન્ય સંગ તો એમાં એને ભૂલવાની પણ શક્યતા હોય છે
ના ભૂલો એને પળ એક માટે, એની યાદો દિલ સંગ જોડવાની હોય છે
એના ગહેરા ને મીઠા પ્યારનો અનુભવ,સતત દિલે કરવાનો હોય છે
પ્યારમાં બીજું કાંઈ કરવાનું હોતું નથી, એમાં તો બસ પ્યાર જ કરવાનો હોય છે
અજાણી વાતો ને અજાણી અટવીને જાણીતી કરી, એમાં અવરજવર કરવાની હોય છે
પામો જો પ્રિયતમ સાચો જીવનમાં, તો એને તો બસ પ્યાર ને પ્યાર કરવાનો હોય છે
ના દુઃખમાં કે ના સુખમાં, પ્રિયતમની યાદોને દિલમાં સમાવવાની હોય છે