View Hymn (Bhajan)
Hymn No. 1349 | Date: 06-Sep-19951995-09-061995-09-06નટખટ અદાઓના તારા તીરથી હું અજાણ છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=natakhata-adaona-tara-tirathi-hum-ajana-chhumનટખટ અદાઓના તારા તીરથી હું અજાણ છું
ભલે નથી સમજ મારી પાસે તારી ચાલ સમજવાની, પણ તોય તારી ચાલ થી ના …
ચાલશે તું ક્યારે કઈ ચાલ ખબર નથી, એની મને લાગશે વિચિત્ર એ તો, મને …
છોડીશ તીર તું કેવા એની ના મને જાણ છે,પણ નહીં કરશે ઘાયલ મને એનાથી
ક્યારેક બંધ આંખે તો ક્યારેક ખુલ્લી આંખ હશે તારી મને એ જાણ છે
વરસસે એમાંથી પ્યાર તો સદા ને સદા, એ વાતથી ના અજાણ છે
કરીશ ઇચ્છા તો આપીશ તું શું અને ક્યારે, ના એની મને જાણ છે
છોડીશ ઇચ્છા જ્યાં હું, આપીશ તત્કાળ ત્યાં તું મને, એ એની મને જાણ છે
આપીશ દર્શન તું મને કેમ ને ક્યારે, એ વાતથી હું અજાણ છું
પણ આપીશ દર્શન તું મને જરૂર, જીવનમાં એ વાતથી ના અજાણ છું
નટખટ અદાઓના તારા તીરથી હું અજાણ છું